૫રિચય
આજના આ મોંઘવારી ના સમયમાં કોઇ૫ણ વ્યકિતને કયારે પૈસાની જરૂર ૫ડી જાય તે કઇ કહી શકાતું નથી. તેમજ આજના આ આઘુનીક યુગમાં જ્યારે મેડિકલ ઈમરજન્સી, ઘરનું સમારકામ કે ૫છી લગ્નનો ખર્ચ વિગેરે જેવી ૫રિસ્થિતી માં અચાનક પૈસાની જરૂર પડતી હોય છે. આવી ૫રિસ્થિતીમાં તાત્કાલિક પૈૈૈસા મેળવવા માટે કોઇ૫ણ બેંક અથવા નાણાંકીય સંસ્થાનો સં૫ર્ક કરવો ૫ડે છે. અને ત્યારે બેંકની લાંબી કામગીરી તથા કલાકોના પેપરવર્કની રાહ જોવી કોઇ૫ણ જરૂરીયાત વાળી વ્યકિતને ગમતુ નથી. આવા સમયે ઇન્સ્ટન્ટ પર્સનલ લોન એપ્સ કામ આવે છે, જે ખાલી PAN કાર્ડ, આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટની મદદથી થોડી જ મિનિટોમાં લોન મંજૂર કરી દે છે. અને જરૂરીયાત વાળા વ્યકિતની ૫રેશાની દુર કરવામાં મદદરૂ૫ થાય છે.
2026માં ભારતનું આઘુુનીક ઘીરાણ બજાર ખૂબ જ ઝડપથી વિકાસ પામ્યુ છે, પરંતુ તેની સાથે સાથે નકલી અને ગેરકાયદેસર લોન પ્લેટફોર્મ નું ચલણ પણ વધ્યું છે. એટલે જ RBI (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા)ના આઘુનીક ઘીરાણ ગાઈડલાઈન્સનું પાલન કરતી, વિશ્વાસપાત્ર NBFC કે બેંક સાથે જોડાયેલા પ્લેટફોર્મ પસંદ કરવું ખૂબ જ મહત્વનું છે. આ લેખમાં અમે તમને Top 10 Instant Personal Loan Apps વિશે વિગતવાર માહિતી આપીશું.

RBI દ્વારા મંજુર લોન એપ એટલે શું?
સૌ પ્રથમ એક વાતની ચોખવટ કરી લઈએ કે, RBI સીધી રીતે કોઈ ચોક્કસ લોન એપને મંજુરી આ૫તું નથી. RBI ફક્ત બેંક અથવા NBFC (Non-Banking Financial Company)ની નોંઘણી અને નિયંત્રિત કરવાનું કામ કરે છે. એટલે જ કોઈપણ સુરક્ષિત લોન એપ પાછળ RBI-રજિસ્ટર્ડ NBFC કે બેંક પાર્ટનર હોવું ફરવજીયાત છે. RBI દ્વારા Digital Lending Apps (DLA) ડિરેક્ટરી પણ શરૂ કરવામાં આવેલ છે જ્યાં તમે એપની પારદર્શતાની ચકાસણી કરી શકો છો.
2026ની ટોપ 10 ઇન્સ્ટન્ટ પર્સનલ લોન એપ્સ
નીચેના ટેબલમાં તાત્કાલિક લોન આ૫તી એપ્સની લોન રકમ, વ્યાજ દર અને ખાસિયતો દર્શાવવામાં આવેલ છે. આ આંકડા બજારમાં ઉપલબ્ધ સામાન્ય માહિતી પર આધારિત છે અને તમારા ક્રેડિટ સ્કોર, આવક તથા લેન્ડરની પોલિસી પ્રમાણે બદલાઈ શકે છે. લોન લેતા પહેલા હંમેશા એપની અંદર આપવામાં આવતું Key Fact Statement (KFS) ધ્યાનથી વાંચવું જોઇએ.
| ક્રમ | એપનું નામ | લોન રકમ | વ્યાજ દર (વાર્ષિક) | ખાસ કોના માટે યોગ્ય |
|---|---|---|---|---|
| 1 | KreditBee | ₹1,000 – ₹5 લાખ | 12% – 30% | ઝડપી, પેપરલેસ પ્રોસેસ |
| 2 | Moneyview | ₹5,000 – ₹10 લાખ | 10% – 24% | લો ઈન્ટરેસ્ટ, મલ્ટિપલ લેન્ડર મેચિંગ |
| 3 | Navi | ₹10,000 – ₹20 લાખ | 9.9% – 24% | મોટી રકમ, સારો ક્રેડિટ સ્કોર ધરાવતા |
| 4 | CASHe | ₹5,000 – ₹4 લાખ | 12% – 33% | સેલેરીડ પ્રોફેશનલ્સ |
| 5 | Kissht | ₹3,000 – ₹5 લાખ | 12% – 36% | ઈન્સ્ટન્ટ અપ્રુવલ, શોપિંગ EMI |
| 6 | Fibe (અગાઉ EarlySalary) | ₹5,000 – ₹5 લાખ | 10% – 30% | સેલેરી એડવાન્સ, યુવા વ્યાવસાયિકો |
| 7 | PaySense | ₹5,000 – ₹5 લાખ | 16% – 36% | ફ્લેક્સિબલ ટેન્યોર |
| 8 | LazyPay | ₹5,000 – ₹1 લાખ | 15% – 32% | નાની રકમ, ઝડપી ડિસબર્સલ |
| 9 | mPokket | ₹500 – ₹45,000 | 24% – 48% | સ્ટુડન્ટ્સ અને ઓછી આવક ધરાવતા |
| 10 | Bajaj Finserv | ₹10,000 – ₹40 લાખ | 10% – 30% | મોટી લોન, બ્રાન્ડ ટ્રસ્ટ |
નોંધ: વ્યાજદર, લોન મર્યાદા અને મંજૂરીનો સમય અરજદારની પ્રોફાઇલ અને કંપનીની નીતિ મુજબ બદલાઈ શકે છે.
1. KreditBee
KreditBee એક વઘારાના કાગળીયા વગર લોન ઓફર કરે છે જ્યાં ફક્ત PAN, આધાર અને સેલ્ફી વેરિફિકેશનથી લોન મળી શકે છે. નાની રકમથી લઈને ₹5 લાખ સુધીની લોન અહીંથી આ૫વામાં આવે છે.
2. Moneyview
Moneyview એક કરતાં વધુ RBI-રજિસ્ટર્ડ લેન્ડર્સ સાથે તમારી પ્રોફાઈલ મેચ કરે છે, જેથી તમને ઓછા માં ઓછો વ્યાજ દર મળવાની શક્યતા વધે છે. કોલેટરલ-ફ્રી લોન અને ઓટો-ડેબિટ EMI ની સુવિધા ઉ૫લબ્ઘ હોય છે.
3. Navi
Navi ઓછા વ્યાજ દરે મોટી લોન રકમ આપવા માટે જાણીતી એપ્સ છે. જેમનો ક્રેડિટ સ્કોર સારો હોય તેમના માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
4. CASHe
CASHe ખાસ કરીને નોકરી કરતા ૫ગારદારો માટે બનાવવામાં આવેલી છે અને ઝડપી લોન મંંજુર કરવા માટે જાણીતી છે.
5. Kissht
Kissht ઈન્સ્ટન્ટ અપ્રુવલ અને શોપિંગ EMI માટે લોકપ્રિય છે, જ્યાં થોડી જ મિનિટોમાં ફંડ ટ્રાન્સફર થાય છે.
6. Fibe
અગાઉ EarlySalary તરીકે ઓળખાતી આ એપ સેલેરી એડવાન્સ અને યુવા વ્યાવસાયિકો માટે ઝડપી લોન ઓફર કરે છે.
7. PaySense
PaySense ફ્લેક્સિબલ ટેન્યોર અને વિવિધ લોન પ્રોડક્ટ્સ ઓફર કરે છે, જે જરૂરિયાત પ્રમાણે કસ્ટમાઈઝ કરી શકાય છે.
8. LazyPay
LazyPay નાની રકમની તાત્કાલિક જરૂરિયાત માટે ઝડપી ડિસબર્સલ આપે છે.
9. mPokket
mPokket ખાસ કરીને સ્ટુડન્ટ્સ અને ઓછી આવક ધરાવતા લોકો માટે બનાવવામાં આવેલી છે, જ્યાં ઈન્કમ પ્રૂફ વગર પણ નાની લોન મળી શકે છે.
10. Bajaj Finserv
Bajaj Finserv એક વિશ્વસનીય બ્રાન્ડ છે જે મોટી લોન રકમ, ઓછા વ્યાજ દરે અને લાંબા ટેન્યોર સાથે ઓફર કરે છે.
લોન એપ પસંદ કરતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો

આ આઘુનિક ઘીરાણ બજારમાં ઘણી નકલી “ક્લોન એપ્સ” પણ સક્રિય છે જે અસલી બેંકના લોગોનો ઉપયોગ કરીને લોકોનો ડેટા ચોરી કરે છે. તેથી લોન એપ પસંદ કરતા પહેલા નીચેની બાબતો ચકાસો:
- NBFC/બેંક પાર્ટનર ચકાસો: એપ પાછળ કયું RBI-રજિસ્ટર્ડ NBFC કે બેંક છે તે ચેક કરો.
- RBIની વેબસાઈટ પર વેરિફાય કરો: rbi.org.in પર જઈને NBFCનું રજિસ્ટ્રેશન ચકાસી શકાય છે.
- Key Fact Statement (KFS) વાંચો: વ્યાજ દર, પ્રોસેસિંગ ફી, અને પેનલ્ટી ચાર્જિસ સ્પષ્ટ રીતે દર્શાવેલા હોવા જોઈએ.
- અપફ્રન્ટ ફી ન ચૂકવો: કોઈપણ અસલી લેન્ડર લોન આપતા પહેલા “પ્રોસેસિંગ ફી” કે “સિક્યોરિટી ડિપોઝિટ” માંગતું નથી.
- કોન્ટેક્ટ લિસ્ટ એક્સેસ ટાળો: જે એપ તમારા ફોનના કોન્ટેક્ટ્સ કે ગેલેરીની પરવાનગી માંગે તે શંકાસ્પદ ગણાય.
- CIBIL સ્કોર ચેક વગરની ઓફર પર શંકા કરો: કોઈપણ ક્રેડિટ ચેક વગર મોટી લોનની ઓફર આપતી એપથી સાવધ રહો.
લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
મોટાભાગની ઇન્સ્ટન્ટ લોન એપ્સમાં નીચેના ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે:
- PAN કાર્ડ
- આધાર કાર્ડ
- બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ અથવા સેલેરી સ્લિપ
- સેલ્ફી (ફોટો વેરિફિકેશન માટે)
- બેંક એકાઉન્ટ ડિટેલ્સ (ફંડ ટ્રાન્સફર માટે)
લોન લેવાની પ્રોસેસ કેવી રીતે કામ કરે છે?
- એપ ડાઉનલોડ કરો અને મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરો.
- તમારી એલિજિબિલિટી ચેક કરો અને લોન રકમ તથા ટેન્યોર પસંદ કરો.
- જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને વેરિફિકેશન કરાવો.
- લોન એગ્રીમેન્ટ સાઈન કરો.
- મંજૂરી બાદ ફંડ સીધા તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે.
નિષ્કર્ષ
2026માં તાત્કાલિક પર્સનલ લોન એપ્સ એ ભારતમાં ઈમરજન્સી ફાઈનાન્સિંગની રીત સંપૂર્ણપણે બદલી નાખી છે. પરંતુ ઝડપ અને સરળતાની સાથે સાથે સાવચેતી પણ એટલી જ જરૂરી છે. હંમેશા RBI-રજિસ્ટર્ડ NBFC કે બેંક સાથે જોડાયેલી એપ પસંદ કરો, ૫હેલા વ્યાજ દર અને ફી ની પારદર્શક રીતે ચકાસણી કરો, અને તમારી ચૂકવણીની ક્ષમતા કરતાં વધારે લોન ન લો. જવાબદારીપૂર્વક લોન લેવાથી જ ડિજિટલ લેન્ડિંગનો સાચો ફાયદો મળી શકે છે.
ડિસ્ક્લેમર: આ આર્ટિકલ ફક્ત માહિતીના હેતુ માટે છે. કોઈપણ લોન એપ પર અરજી કરતા પહેલા RBIની ઓફિશિયલ વેબસાઈટ પર NBFC રજિસ્ટ્રેશન ચકાસવાની સલાહ આપવામાં આવે છે. લોનની શરતો, વ્યાજ દર અને એલિજિબિલિટી લેન્ડર અને બોરોઅરની પ્રોફાઈલ પ્રમાણે બદલાઈ શકે છે.
સાથે સાથે આ લેખ ૫ણ વાંચી શકો છો : EMI Calculator Guide: EMI કેવી રીતે ગણવી? સંપૂર્ણ માર્ગદર્શિકા
FAQs :
1. શું ઇન્સ્ટન્ટ લોન એપ્સ સુરક્ષિત છે?
જો એપ RBI-રજિસ્ટર્ડ NBFC કે બેંક સાથે જોડાયેલી હોય અને પારદર્શક KFS આપતી હોય, તો તે સુરક્ષિત ગણાય છે.
2. ₹5,000ની નાની લોન કઈ એપમાંથી મળી શકે?
mPokket, LazyPay અને KreditBee જેવી એપ્સ નાની રકમની લોન ઓછા ડોક્યુમેન્ટેશન સાથે આપે છે.
3. લોન ડિસબર્સ થવામાં કેટલો સમય લાગે છે?
મોટાભાગની એપ્સ મંજૂરી બાદ 5 થી 30 મિનિટમાં ફંડ ટ્રાન્સફર કરી દે છે.
4. અનધિકૃત લોન એપ હેરાનગતિ કરે તો શું કરવું?
તમે National Cybercrime Reporting Portal (cybercrime.gov.in) અથવા હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી શકો છો.