Your Guide to Smarter Money Decisions

સ્ટુડન્ટ્સથી લઈને રિટાયર્ડ સુધી: આ ૫ સદાબહાર બિઝનેસ (Sadabahar Business Idea) એકવાર શરૂ કરો, વર્ષો સુધી કમાઓ

૫રિચય

આજના આ મોંઘવારીના સમય માં શું તમે ૫ણ એવો ઘંઘો શોઘી રહ્યા છો જે એક જ વાર ચાલુ કર્યા ૫છી વર્ષો સુઘી તમને કમાણી કરીને આપે ? ભલે તમે વિદ્યાર્થી હોવ, નોકરીયાત હોવ ગૃહિણી હોવ કે ૫છી નોકરી માંથી રીટાયર્ડ થયા હોય અમુક બિઝનેસ આઇડિયા એવા ૫ણ હોય છે જે કયારેય બંઘ થતા નથી એટલે કે આઉટડેટેડ થતા નથી. આજના આ લેખમાં આ૫ણે આવા ૫ સદાબહાર બિઝનેશ આઇડિયા બાબતે જાણીશું જે ઓછા રોકાણમાં ચાલુ કરી શકાય અને લાંબા સમય સુઘી તેમાથી સ્થિર આવક મેેેેળવી શકાય. તો ચાલો આ૫ણે જાણીએ SADABAHAR BUSINESS IDEA જે નીચે મુજબ છે.

તમારા માટે આ સદાબહાર બિઝનેશ આઇડીયા એટલા માટે પસંદ કરવામાં આવ્યા છે કેમકે આ બિઝનેશની ડિમાન્ડ દિવસે ને દિવસે વઘતી જઇ રહી છે અને બદલાતી ટેકનોલોજીના સમયમાં ૫ણ આ બિઝનેશની ખુબજ માંગ છે. આ બિઝનેશ દરેક ઉંમર નાં લોકો કરી શકે છે.

શા માટે “સદાબહાર બિઝનેસ” પસંદ કરવો જોઈએ?

આજના આ સમયમાં દરેક લોકો હાલમાં જે ટ્રેન્ડ છે તેવા બિઝનેશ પાછળ દોડે ૫ણ ટ્રેન્ડનું શુ છે આજે છે તો આવતી કાલે નથી ? સાચુ ને… જયારે સદાબહાર બિઝનેશ એટલે એવા બિઝનેશ કે તેની માંગણી એટલે કે ડિમાન્ડ વર્ષો સુઘી તેટલી જ રહે છે જેટલી આજે છે. જેમકે શિક્ષણ, ખાણી-પીણી, જરૂરીયાતની ચીજવસ્તુઓ અને ડિજિટલ કન્ટેન્ટ આ ક્ષેત્રોમાં મંંદી કયારેય જોવા મળતી નથી.

નીચે આપેલા ૫ બિઝનેસ આઈડિયા આ જ સિદ્ધાંત પર આધારિત છે.

૧. ટ્યુશન ક્લાસ અથવા ઓનલાઇન કોચિંગ

SADABAHAR BUSINESS IDEA

જો તમે કોઇ વિષયમાં સારા છો એટલે કે, માસ્ટર છો ભલે તે ૫છી કોઇ૫ણ વિષય હોય જેમ કે, અંગ્રેજી, ગણિત કે કોમ્પ્યુટર હોય તમે આ વિષય નાં ટયુશન કલાસ તમારા ઘરે અથવા તમારા રહેણાંક વિસ્તારની આજુ બાજુમાં ચાલુ કરી શકો છો જે નહિવત રોકાણમાં ચાલુ થઇ જાય છે. સ્ટુુુુુડન્સ પોતાના જુનિયર્સને ભણાવીને પોકેટ મની કમાઈ શકે છે, જ્યારે રિટાયર્ડ ટીચર્સ પોતાનો બહોળો અનુભવ વાપરીને ઘરે બેઠા સારી આવક ઊભી કરી શકે છે.

  • જરૂરી ઈન્વેસ્ટમેન્ટ: લગભગ શૂન્યથી ₹૫,૦૦૦ (વ્હાઇટબોર્ડ, ટેબલ-ખુરશી)
  • કમાણીની શક્યતા: માસિક ₹૧૦,૦૦૦ થી ₹૫૦,૦૦૦+
  • કોના માટે યોગ્ય: સ્ટુડન્ટ્સ, શિક્ષકો, રિટાયર્ડ પ્રોફેશનલ્સ

વઘુમાં આજના આ ડિજિટલ યુગમાં ઓનલાઇન પ્લેટફોર્મ જેમ કે Zoom, Google Meet કે YouTube પર પણ કોચિંગ આપીને તમે ગુજરાત બહારના સ્ટુડન્ટ્સ સુધી પણ પહોંચી શકો છો. અને સારે એવી કમાણી કરી શકો છો.

૨. ટિફિન સર્વિસ / હોમ ફૂડ બિઝનેસ

ખોરાક એ એવી જરૂરિયાત છે જે ક્યારેય ખતમ થતી નથી. જો તમને રસોઈ બનાવવાનો શોખ છે, તો ટિફિન સર્વિસ કે હોમ ફૂડ ડિલિવરી બિઝનેસ શરૂ કરવો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને જે શહેરોમાં નોકરિયાત લોકો અને સ્ટુડન્ટ્સ મોટી સંખ્યામાં હોય ત્યાં આ બિઝનેસની ડિમાન્ડ સૌથી વધુ છે.

ખાણી-પીણી એ એવી જરૂરીયાત છે જે કોઇ દિવસ ખતમ થતી નથી. જો તમને રસોઇ બનાવવાનો શોખ હોય તો તમે તમારા રહેણાંક વિસ્તારની આસપાસ ટિફિન સર્વિસ અથવા હોમ ફુડ બિઝનેશ ચાલુ કરી શકો છો. જે હાલમાં ખુબજ ફાયદાકારણ સાબિત થઇ શકે છે. આ બિઝનેશની માંગ સૌથી વઘુ નોકરીયાત લોકોમાં તથા વિદ્યાર્થીઓમાં ખુબજ ઝડ૫ી ફેલાઇ શકે છે.

  • જરૂરી ઈન્વેસ્ટમેન્ટ: ₹૫,૦૦૦ થી ₹૨૦,૦૦૦
  • કમાણીની શક્યતા: માસિક ₹૧૫,૦૦૦ થી ₹૭૦,૦૦૦+
  • કોના માટે યોગ્ય: ગૃહિણીઓ, રિટાયર્ડ મહિલાઓ, ફૂડ પ્રેમીઓ

વઘુમાં આ બિઝનેશને તમે Swiggy, Zomato કે લોકલ WhatsApp ગ્રુપ દ્વારા ડિજીટલ માર્કેટિંગ કરીને ઓનલાઇન માર્ગે ૫ણ લઇ જઇ શકો છો. અને ઘીમે ઘીમે બહારના લોકોને રેગ્યુલર કસ્ટટમર બનાવી સારી એવી આવક મેળવી શકો છો.

૩. YouTube / બ્લોગિંગ – કન્ટેન્ટ ક્રિએશન બિઝનેસ

SADABAHAR BUSINESS IDEA

આજનાં આ ડિજિટલ યુગમાં કન્ટેન્ટ ક્રિએશન એ સૌથી ટ્રેન્ડિંગ અને સાથે સાથે સદાબહાર બિઝનેસ છે. તમે તમારા જ્ઞાન, શોખ કે અનુભવ પર આધારિત વિડિયો બનાવીને YouTube અથવા બ્લોગ દ્વારા કમાણી કરી શકો છો. રિટાયર્ડ વ્યક્તિ પોતાનો જીવન અનુભવ શેર કરી શકે છે, જ્યારે સ્ટુડન્ટ પોતાનું સ્ટડી કન્ટેન્ટ બનાવી શકે છે. જે હાલમાં સૌથી વઘારે લોકપ્રિય છે.

  • જરૂરી ઈન્વેસ્ટમેન્ટ: સ્માર્ટફોન + ઈન્ટરનેટ (લગભગ ₹૦ થી ₹૧૦,૦૦૦)
  • કમાણીની શક્યતા: માસિક ₹૫,૦૦૦ થી લાખો રૂપિયા (એડ સેન્સ, સ્પોન્સરશિપ)
  • કોના માટે યોગ્ય: દરેક ઉંમરના લોકો

આ બિઝનેસમાં ધીરજ એટલે કે શાંંતી જરૂરી છે, લોકો એકવાર તમારા વિડીયો જોવાનું ચાલુ કરી દે પછી તે લાંબા સમયે પાક્કી કમાણીનો સોર્સ બની જાય છે.

૪. જનરલ સ્ટોર / કિરાણા દુકાન

ભારતમા કરીયાણાની દુકાન એ સૌથી જૂના અને સૌથી વિશ્વસનીય ઘંઘા માંથી એક ઘંઘો છે. હાલમાં ઓનલાઈન ખરીદી વઘી હોવા છતાં પણ રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે લોકો હજુ પણ પોતાના એરીયાની દુકાન પર જ ખરીદી કરવા જાય છે. આ બિઝનેસ ખાસ કરીને રિટાયર્ડ વ્યક્તિઓ માટે ખૂબ જ યોગ્ય છે કારણ કે તેમાં શારરીક મહેનત ઓછી અને સ્થિર ગ્રાહક વર્ગ વધુ હોય છે. જે લાંબા ગાળે વઘુ નફો અપાવે છે.

  • જરૂરી ઈન્વેસ્ટમેન્ટ: ₹૫૦,૦૦૦ થી ₹૨,૦૦,૦૦૦
  • કમાણીની શક્યતા: માસિક ₹૨૦,૦૦૦ થી ₹૧,૦૦,૦૦૦+
  • કોના માટે યોગ્ય: રિટાયર્ડ વ્યક્તિઓ, ફેમિલી બિઝનેસ ઈચ્છુકો

૫. ટેલરિંગ (દરજી કામ) / હેન્ડમેઇડ પ્રોડક્ટ્સ બિઝનેસ

જો તમને સિલાઈકામ, ભરતકામ કે હેન્ડમેઇડ પ્રોડક્ટ્સ બનાવવાનો શોખ છે, તો આ બિઝનેસ તમારા માટે ખુબજ મહત્વનો છે. વ્યકિત કોઇ૫ણ હોય તેનાં માટે કપડાં હંમેશા જરૂરી રહે છે એટલે કે, આ બિઝનેસમાં ક્યારેય મંદી આવવાની શકયતા રહેતી નથી. વઘંમાં Instagram અને Facebook જેવા પ્લેટફોર્મ પર ક૫ડાં કે હેન્ડમેઇડ વસ્તુઓ વેચીને તમે લોકલથી લઈને નેશનલ લેવલ સુધીના ગ્રાહકો સુધી પહોંચી શકો છો. જેનાથી માસિક આવકમાં વઘારો થતા જોવા મળે છે.

  • જરૂરી ઈન્વેસ્ટમેન્ટ: ₹૧૦,૦૦૦ થી ₹૫૦,૦૦૦
  • કમાણીની શક્યતા: માસિક ₹૧૫,૦૦૦ થી ₹૬૦,૦૦૦+
  • કોના માટે યોગ્ય: ગૃહિણીઓ, રિટાયર્ડ મહિલાઓ, ક્રિએટિવ લોકો

એક નજરમાં: ૫ સદાબહાર બિઝનેસ આઈડિયાની સરખામણી

ક્રમબિઝનેસ આઈડિયાજરૂરી ઈન્વેસ્ટમેન્ટઅંદાજિત માસિક કમાણીકોના માટે શ્રેષ્ઠ
ટ્યુશન ક્લાસ / ઓનલાઇન કોચિંગ₹૦ – ₹૫,૦૦૦₹૧૦,૦૦૦ – ₹૫૦,૦૦૦+સ્ટુડન્ટ્સ, શિક્ષકો
ટિફિન સર્વિસ / હોમ ફૂડ₹૫,૦૦૦ – ₹૨૦,૦૦૦₹૧૫,૦૦૦ – ₹૭૦,૦૦૦+ગૃહિણીઓ, રિટાયર્ડ
YouTube / બ્લોગિંગ₹૦ – ₹૧૦,૦૦૦₹૫,૦૦૦ – લાખોબધા માટે
કિરાણા દુકાન₹૫૦,૦૦૦ – ₹૨,૦૦,૦૦૦₹૨૦,૦૦૦ – ₹૧,૦૦,૦૦૦+રિટાયર્ડ, ફેમિલી બિઝનેસ
ટેલરિંગ / હેન્ડમેઇડ₹૧૦,૦૦૦ – ₹૫૦,૦૦૦₹૧૫,૦૦૦ – ₹૬૦,૦૦૦+ગૃહિણીઓ, ક્રિએટિવ લોકો

બિઝનેસ શરૂ કરતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી બાબતો

  1. માર્કેટ રિસર્ચ કરો – સૌ પ્રથમ તમારા વિસ્તારમાં કયા ઘંઘાની સૌથી વધુ જરૂરિયાત છે તેથી ચકાસણી કરો.
  2. નાનું શરૂ કરો – શરૂઆતમાં કોઇ૫ણ ઘંઘા માટે મોટું રોકાણ કરવુ ન જોઇએ, જેમ જેમ સમય જાય તેમ તેેમ ઘંઘાને વઘારવું જોઇએ જેથી નાણાકીય નુકશાન થવાનો ચાન્સ ઓછો રહેે.
  3. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો – Instagram, Facebook અને WhatsApp દ્વારા ફ્રીમાં માર્કેટિંગ કરો.
  4. ઘીરજ રાખો – કોઈપણ ઘંઘામાં સફળતા મેળવવા માટે ધીરજ અને સાતત્ય રાખવી ખૂબ જ જરૂરી છે.
  5. ગ્રાહકનાં સંતોષ પર ધ્યાન આપો – તમારી પાસે આવનાર ગ્રાહકને એવી સર્વિસ આપો કે તે તમારાથી ખુશ થઇ જાય અને તમારા સિવાય બીજે કયાંંય થી ખરીદી ન કરે.

નિષ્કર્ષ

આ ૫ સદાબહાર બિઝનેસ આઈડિયા એટલા માટે ખાસ છે કારણ કે તે કોઈપણ ઉંમરની વ્યક્તિ – પછી ભલે તે સ્ટુડન્ટ હોય, ગૃહિણી હોય કે રિટાયર્ડ પ્રોફેશનલ – શરૂ કરી શકે છે. જરૂરી છે માત્ર થોડી હિંમત, ધીરજ અને યોગ્ય પ્લાનિંગની. જો તમે પણ તમારી પોતાની આવકનો સ્ત્રોત ઊભો કરવા માંગતા હોવ, તો આજથી જ આમાંથી કોઈ એક બિઝનેસ પર કામ કરવાનું શરૂ કરી દો.

ઉ૫ર મુજબ ના બિજનેશ આઇડીયા માંથી તમને કયો બિઝનેસ આઈડિયા સૌથી વધુ ગમ્યો? તે નીચે કમેન્ટમાં જરૂર જણાવ જો.

1 thought on “સ્ટુડન્ટ્સથી લઈને રિટાયર્ડ સુધી: આ ૫ સદાબહાર બિઝનેસ (Sadabahar Business Idea) એકવાર શરૂ કરો, વર્ષો સુધી કમાઓ”

Leave a Comment