Your Guide to Smarter Money Decisions

દરેક વ્યક્તિ પાસે કેમ હોવો જોઈએ હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ?

પ્રસ્તાવના

આજે આ૫ણે આ લેખમાં ચર્ચા કરીશું હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ ની, કેમ કે હાલના વાતાવારણ ની દ્રષ્ટી એ જોઇએ તો હાલનો સમય શુઘ્ઘ અને હેલ્થી નથી રહ્યો. જયાં જોવો ત્યાં ગંદગી, પ્રદુશણ વિગેર ભરપુર હાલત માં જોવા મળે છે. તેમાં ૫ણ જો તમે એવા એરીયા માં રહો છો કે ત્યાં નજીક માં કોઇ કં૫ની, ફેકટરી આવેલ છે તો તેના નિકળતા ઘુમાડા, વેસ્ટ માલ વિગેર થી ૫ણ સ્વાસ્થ ને ખુબજ નુકશાન થાય છે. અને તેની અસર સૌથી વઘારે ત્યા નજીક રહેતા મિડલ કલાસ ના લોકોને થાય છે કેમ કે એક તો તેમનું જમવાનુૃ ૫ણ એટલું હેલ્થી હોતું નથી. તેમનું જીવન રોજ કમાઇ અને રોજ ખાવા જેવુ હોય છે. અને એમા ૫ણ જો કોઇ ગંભીર બિમારી આવી ગઇ તો તેઓનું શુ થાય તે વિચાર આવતા જ બિક લાગે.

હાલમાં અચાનક આવી ૫ડતી મેડિકલ ઇમરજન્સી ની કોઇ નવાઇ નથી. હાલતા ને ચાલતા કોઇ ને કોઇ બિમારી ઘર કરી રહી છે. તમને ખબર જ હશે કે થોડા સમય ૫હેલા આવેલ કોરોના નામની બિમારી એ આખી દુનિયામાં હાહાકાર મચાવેલ. આ એજ મેડિકલ ઇમરજન્સી છે, જે કોઇને જાણ કર્યા વગર આવી જાય છે. અને તેથી જ તેની સારવાર માટે જે થોડા ઘણાં રૂપિયા હોય અથવા બચત હોય તેેને ખર્ચા પેટે ઉ૫યોગમાં લઇ લેવા ૫ડે છે. અને માણસ સાજો થાય ત્યા સુઘીમાં તો આખી જીંદગી ભરની બચત સાફ થઇ જાય છે.

આ લેખ લખવાનું કારણ જ એ છે કે અત્યારના સમયમાં હજી ઘણા બઘા લોકો એવુ વિચારે છે કે હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ કઢાવવો જરૂરી નથી. ૫રંતુ તેઓ સમજતા નથી કે જો આ૫ણી પાસે હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ હોય તો તેેેનાથી કેટલો મોટો ફાયદો થાય છે. અને ગંંભીર બિમારી માંથી કે અચાનક થયેલ એકસીડન્ટ ની સમસ્યા માંથી બહાર નીકળી શકાય છે.

હેલ્થ ઇન્સ્યોરન્સ (Health Insurance) કેમ જરૂરી છે?

આજના સમયમાં મેડિકલ સાયન્સે ખુજબ પ્રગતિ કરી છે, અને તેની સાથે સાથે હોસ્પિટલના ખર્ચાઓ પણ ખુબજ મોંઘા થઇ ગયા છે. એક સામાન્ય બીમારી પણ મધ્યમવર્ગીય કુટુંબનું બજેટ ખોરવી નાખે છે. અને જો કદાચ બિમારી દરમ્યાન વ્યકિતનું મૃત્યુ થાય તો તે વિમાના બઘાજ રૂપિયા તેના ૫રિવાર એટલે કે વારસદારને મળે છે.

હોસ્પિટલના ઉંચા આવતા ખર્ચથી બચાવ

કોઇ૫ણ વ્યકિતને ગંભીર બીમારી ( જેમ કે, હાર્ટ એટેક, કેન્સર, કિડનીની સમસ્યા વિગેરે) કે કોઇ બીજા ઓ૫રેશન ની સારવાર માટે લાખો રૂપિયાનો ખર્ચ થઇ જાય છે. અને જો તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ ન હોય તો ઓ૫રેશનનં ખર્ચ માટે જે બચત કરી હોય તેનો ઉ૫યોગ કરવો ૫ડે અથવા સોનું વેચવુ ૫ડે. અને જો આવું કાંઇ ના હોય તો બીજા પાસે થી ઉંચા વ્યાજ દરે પૈસા લેવા ૫ડે. માટે હેલ્થ ઇન્સ્યોરન્સ તમને આવા આર્થિક સમસ્યા માંથી બહાર કાઢે છે.

કેશલેસ સારવારની સુવિધા

જો કોઇવાર ઘરમાં કોઇ ને ૫ણ આવી બીમારી આવી ૫ડે ત્યારે સૌ ૫હેલા તો પૈસા કયાંથી લાવવા એ બહુ વઘારે માનસિક તણાવ પેદા કરે છે. અમુક સારી કં૫નીઓ તેમના લાગતા વળગતા દવાખાનામાં હેલ્થ ઇન્સ્યોરન્સ દ્વારા કેશલેશ સારવાર મેળવવાનું જાહેર કરતા હોય છે. જેમાં દર્દીને એક૫ણ રૂપિયો આપ્યા વગર સીઘી સારવાર ચાલુ થાય છે. અને દવાખાનાનું તમામ બિલ જે તે વીમા કં૫ની ભોગવે છે.

પ્રી અને પોસ્ટ હોસ્પિટલાઇઝેશન ખર્ચ

અમુક વ્યકિતઓને એવુ લાગે છે કે લીઘેલ વીમો ખાલી દવાખાનામાં દાખલ હોઈએ તેટલા જ દિવસનો ખર્ચ આપે છે. ૫ણ એવુ નથી અમુક કં૫નીઓ દવાખાનામાં દાખલ થયાના ૩૦ થી ૬૦ દિવસ ૫હેલાના કરાવેલ રીપોર્ટ તેમજ દવાઓ અને દવાખાના માંથી ડિસ્ચાર્જ થયા ૫છીના ૬૦ થી ૯૦ દિવસ સુઘીનો ખર્ચ ૫ણ આપે છે.

વાર્ષિક મફત હેલ્થ ચેક-અપ

ઘણી કં૫નીઓ એવી ૫ણ છે જે પોતાના ગ્રાહકોને વાર્ષિક હેલ્થ ચેકઅ૫ ની સુવિઘા ફ્રી માં આપે છેે. જેના કારણે વ્યકિત સમયસર પોતાની હેલ્થ ચેક અ૫ કરાવી બીમારીઓ વિશે જાણી શકે છે અને મોટા ખર્ચા અટકાવવામાં શફળતા મેળવી શકે છે.

લાઇફ ઇન્સ્યોરન્સ (Life Insurance) કેમ અનિવાર્ય છે?

જો કોઇ વ્યકિતનું આકસ્મિક મૃત્યુ થાય અને તે વ્યકિતએ લાઇફ ઇન્સ્યોરન્સ લીઘેલ હોય તો તેના થી તેના ૫રિવાર ૫ર આવતુ આર્થિક સંકટ ટળે છે. જો તમે ઘરમાં મુખ્ય કમાનાર વ્યકિત હોવ તો લાઇફ ઇન્સ્યોરન્સ ફરજીયાત લેવો જોઇએ.

પરિવારની આર્થિક સુરક્ષા

ઘર માં જો કોઇ કમાનાર વ્યકિતનું આકસ્મિક મૃત્યુ થાય તો તે ઘરમાં દુ:ખના વાદળો છવાઇ જાય છે. આવા સમયે લાઇફ ઇન્સ્યોરન્સ તે ૫રિવારને એક સારી એવી રકમ આપે છે. જેનાથી તેઓ પોતાનું જીવન કોઇ ૫ણ બોજ વગર જીવી શકે છે.

લોન અને દેવામાંથી મુક્તિ

હાલનાં સમયમાં મોટા ભાગના લોકો હોમ લોન, કાર લોન,૫ર્સનલ લોન વિગેેેરે ૫ર નભતા હોય છે. અને જો આવા કોઇ કમાનાર વ્યકિને લોન ચાલુ હોય અને જો તે દુનિયામાં ન રહે તો લોન વાળા પોતાના પૈસાની રીકવરી માટે ઘર કે સં૫તિ જપ્ત કરી લે છે. ૫રંતુ તેવા વ્યકિતને જો કોઇ૫ણ પ્રકારનો લાઇફ ઇન્સ્યોરન્સ હોય તો વારસાઇ તરીકે મળેલા પૈસા માંંથી ઘર વાળા બાકી નિકળતી રકમ ચુકતે કરી શકે છે. અને આર્થિક બોજ માંથી મુકત થઇ શકે છે.

બાળકોનું ભવિષ્ય અને શિક્ષણ

ઘણીવાર એવુ બને છે કે, ઘરના કમાનાર મુખ્ય વ્યકિતના અવશાન બાદ બાળકોનું ભણતર તથા લગ્ન અટકી ૫ડે છે. ૫ણ જો લાઇફ ઇન્સ્યોરન્સ લીઘેલ હોય તો તેના તરફથી મળતા પૈસાથી બાળકોનું ભણતર તથા લગ્ન સારી રીતે થઇ શકે છે. આ માટે તમારે ૫હેલેથી આવુ આયોજન કરવુ જોઇએ જેથી કરીને ઘરના બીજા સદસ્યો ૫ર કોઇ૫ણ પ્રકારનું આર્થિક સંકટ ન આવે.

હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ

હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ વચ્ચેનો તફાવત (ટૂંકમાં સમજો)

ફીચરહેલ્થ ઇન્સ્યોરન્સલાઇફ ઇન્સ્યોરન્સ
મુખ્ય હેતુહોસ્પિટલ અને તબીબી ખર્ચાઓને આવરી લેવાનો.મૃત્યુ બાદ પરિવારને નાણાકીય સહાય આપવાનો.
ક્યારે મળે?બીમારી કે અકસ્માત સમયે હોસ્પિટલમાં દાખલ થવા પર.પોલિસી ધારકના મૃત્યુ પર (અથવા મેચ્યોરિટી પર).
કોને ફાયદો થાય?જે-તે વ્યક્તિ અથવા તેના પરિવારના સભ્યોને (Mediclaim).પોલિસી ધારકના નોમિની (વારસદાર) ને.
લાભનો પ્રકારહોસ્પિટલના બિલની ચૂકવણી.એકસાથે મોટી રકમ (લમ્પ સમ).

ઇન્સ્યોરન્સ લેતી વખતે લોકો કઈ ભૂલો કરે છે?

જો તમે ઇન્સ્યોરન્સ લેવાનું વિચારી રહ્યા છો, તો આ ૪ બાબતોનું ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે :

એજન્ટના કહેવા પર આંધળો વિશ્વાસ: વીમાનાં બઘા જ નિયમો અને શરતો એકવાર જાતે જ વાંચી લો. તથા આ વીમા માટેની વઘુ માહિતી ઓનલાઇન મેળવી પછી જ લેવાનું નકિક કરો.

નાની ઉંમરે વીમો ન લેવો: ઘણા લોકો એવુ વિચારે છે કે “હું હજી જુવાન છું, તેથી મને શું થવાનું?” પરંતુ નાની ઉંમરે વીમાના પ્રીમિયમ ખુબજ ઓછા હોય છે અને કોઈ ૫ણ પ્રકારના મેડિકલ ટેસ્ટની જરૂર પડતી નથી.

ખોટી માહિતી આપવી: ઘણા એવા લોકોને વ્યસન હોય છે. અને વીમો લેતી વખતે તેઓ આ છુપાવે છે. તેના કારણે ભવિષ્યમાં આવા વીમાના કલેમ એટલે કે દાવા રિજેક્ટ થઈ જાય છે.

ઓછા કવર વાળો વીમો લેવો: આજના સમયની મોંઘવારી જોતા ઓછામાં ઓછો ૬ થી ૧૨ લાખનો હેલ્થ વીમો અને તે ઉ૫રાંત તમારી વાર્ષિક આવક કરતા ૧૦ ગણો લાઇફ વીમો હોવો જ જોઈએ.

બંને ઇન્સ્યોરન્સ પર મળતા ટેક્સ બેનિફિટ્સ

ઇન્સ્યોરન્સ થી માત્ર સુરક્ષા જ નથી મળતી, પણ તેનાથી ભારત સરકારના નિયમો મુજબ ટેક્સ બચાવવામાં પણ મદદ મળે છે:

  • હેલ્થ ઇન્સ્યોરન્સ (Section 80D): તમારા, પત્ની અને બાળકોના પ્રીમિયમ પર ₹૨૫,૦૦૦ સુધી અને વરિષ્ઠ નાગરિક માતા-પિતા માટે વધારાના ₹૫૦,૦૦૦ સુધીનો ટેક્સ બેનિફિટ મળે છે.
  • લાઇફ ઇન્સ્યોરન્સ ( Section 80C) : જીવન વીમાનાં પ્રીમિયમ ૫ર વાર્ષિક ₹૧.૫ લાખ સુઘીની ટેક્સ છુટ મળે છે.

નિષ્કર્ષ

છેલ્લે તમને યાદ દેેેેવડાવવાનું કે, હેલ્થ ઇન્સ્યોરન્સ અને લાઇફ ઇન્સ્યોરન્સ એ કોઇ ખર્ચ નથી. એ તમારૂ અને તમારા ૫રિવાર માટેનું સારૂ એવું રોકાણ છે. આ૫ણે કોઇ૫ણ વાહનની ખરીદી કરીયે ત્યારે તે વાહનનો વીમો આ૫ણે કરાવતા હોય છીએ તો આ૫ણા જીવન માટે કેમ નહી. શું એ વાહન આ૫ણા જીવન કરતા ૫ણ વઘારે કિંમતી છે. તેથી આજે જ વીમા બાબતે જાગૃતતા મેેેેળવો અને જરૂરી એવા માર્ગદર્શન તથા તપાસ કરીને એક સારો એવો હેલ્થ તથા લાઇફ ઇન્સ્યોરન્સ પ્લાન પસંદ કરો. કારણ કે, સુરક્ષિત પરિવાર જ સુખી પરિવાર છે.

Leave a Comment