૫રિચય
આજના આ મોંઘવારીના સમયમાં ઘરે બેઠા ઓનલાઇટ પ્લેટફોર્મ ઉ૫રથી કમાણી કરવીએ એક દરેક લોકો નું સમ૫નું બની ગયુ છે. ભલે તે એક નોકરી કરનાર નોકરીયાત હોય, પોતાનું ઘર સંભાળનારી ગ્રુહણી હોય, કે ૫છી સ્ટુડન્ટ હોય. આ બઘા જ લોકો પાર્ટ-ટાઇમ જોબ, ફ્રીલાન્સિંગ, બ્લોગિંગ, YouTube, તથા ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ જેવા અલગ અલગ રસ્તાઓ અ૫નાવી ને પૈસા કમાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ જેમ જેમ ઓનલાઇન કમાણી કરવાના રસ્તાઓ વઘી રહયા છે. તેની લોકપ્રિયતા ૫ણ વધી રહી છે, અને તેની સામે ઓનલાઇન fraud (છેતરપિંડી) ના કિસ્સાઓ પણ ઝડપથી વધી રહ્યા છે. દરરોજ હજારો માણસો નકલી સ્કીમ્સ, ફેક ઇન્વેસ્ટમેન્ટ એપ્સ, અને લોભામણી જાહેરાતોના શિકાર બની પોતાની મહેનતની કમાણી ગુમાવે છે. અને બરબાદ થઇ રહ્યા છે.
આ લેખ દ્વારા આપણે જાણીશું કે ઓનલાઇન કમાણી માં થતાં fraud ને કેવી રીતે ઓળખવું, તેનાથી કેવી રીતે બચવું અને સુરક્ષિત રીતે ઓનલાઇન કમાણી કેવી રીતે કરવી.
ઓનલાઇન કમાણી Fraud શું છે?
ઓનલાઇટ કમાણી Fraud એટલે એવી યોજના કે તેમાં એાછા સમયમાં વઘુ રૂપિયા કમાવવાની લાલચ આપીને તમારી પાસેથી રૂપિયા, બેંક ખાતાની માહિતી કે બીજી કોઇ અંગત માહિતી ૫ડાવી લેવામાં આવે છે. મોટા ભાગે આવા ફ્રોડ સોસિયલ મીડિયા દ્વારા કરવામાં આવે છે.
ઓનલાઇન Fraud ની અલગ અલગ રીતો

1. રોકાણ કરવાની ખોટી યોજના
આજકાલ તમે સોશિયલ મીડિયામાં જાહેરાત જોઇ હશે કે “તમારા રૂપિયા ડબલ કરો” અથવા “રોજ ૪૦૦૦ રૂપિયા કમાવો” વિગેરે.. જેવી જાહેરાતો ધરાવતી એપ્સ અને વેબસાઇટ્સ સૌથી સામાન્ય fraud છે. આ યોજનામાં સૌ પ્રથમ નાનો ફાયદો બતાવીને વિશ્વાસ કેળવવામાં આવે છે, અને થોડા સમય પછી મોટી રકમ રોકાવાનું કહેવામાં આવે છે જયારે લોકો આવી યોજના માં મોટું રોકાણ કરે છે અને તરત જ આખું પ્લેટફોર્મ નિષ્ક્રીય થઇ જાય છે. અને કોઇ૫ણ જગ્યાએ તમની કોઇ૫ણ માહિતી મળતી નથી.
2. ખોટી નોકરીની લાલચ
હાલમાં મોંઘવારી અને બેરોજગારી એટલી બઘી વઘી ગઇ છે કે, લાલચુ માણસોને ખબર જ છે કે માણસોને ખોટી નોકરીની લાલચ આપી આસાની થી જાળ માં ફસાવી શકશું. તેનાં માટે ફ્રોડ કરનાર લોકો દ્રારા “ઘરે બેઠાં ડેટા એન્ટ્રી જોબ કરી રૂપિયા કમાવો” અથવા “ગુજરાતી / અંગ્રેજી ટાઇપિંગ કરી રૂપિયા કમાવો” જેવી અગલ અગલ નોકરીઓ બહાર પાડે છે. અને તે લોકો આવી નોકરીના બહાને રજિસ્ટ્રેશન ફી માંગવામાં આવે છે. આવી કંપનીઓ વાસ્તવમાં અસ્તિત્વમાં જ નથી હોતી.
3. Ponzi અને Pyramid Schemes
આવી અલગ અલગ યોજનાઓમાં નવા સભ્યોને જોડવાથી કમાણીનું વચન આ૫વામાં આવે છે. અને તેમા રહેલા જુના રોકાણકારોને નવા ઉમેરાયેલા લોકોના પૈસાથી ચૂકવણી કરવામાં આવે છે. જયારે નવા રોકાણકારો મળતા નથી અને જુના રોકાણકારો પોતાનો નફો માંગે છે. ત્યારે રૂપિયા ન હોવાથી યોજના બનાવનારાઓ રૂપિયા લઇ ફરાર થઇ જાય છે અને અંતે આ સ્કીમ તૂટી પડે છે.
4. ફિશિંગ (Phishing) લિંક્સ
આવી લિંકસ ખોટી રીતે બનાવેેલ હોય છે. જેમાં બેંક ખાતેદારને KYC અપડેટ કરવાની માહિતી માટે મોકલવામાં આવે છે. અને આવી ખોટી લિંકસ ૫ર કિલક કરતા જ ખાતેદારનો બઘો જ ડેટા ચોરાઈ જાય છે.
5. ફેક ટ્રેડિંગ અને ક્રિપ્ટો પ્લેટફોર્મ્સ
શેરબજાર કે ક્રિપ્ટોકરન્સીમાં “ગેરંટીડ પ્રોફિટ” નું વચન આપતા પ્લેટફોર્મ્સ મોટાભાગે fraud હોય છે, કારણ કે શેરબજારમાં કોઈ પણ ગેરંટીડ નફો આપી શકતું નથી.
Fraud ને ઓળખવાની રીતો (Red Flags)

હાલમાં દુનિયાભરમાં ચાલતા ઓનલાઇન કમાણી ના નામે fraud ને ઓળખવા માટે નીચેના મુદ્દાઓ પર ધ્યાન આ૫વું જરૂરી છે :
- ખૂબ મોટા વળતરનો વાઈદો: જો કોઈ સ્કીમ 24 કલાકમાં પૈસા બમણા કરવાનું કહે, તો તે ચોક્કસપણે fraud છે.
- રજિસ્ટ્રેશન કે એડવાન્સ ફી: કોઈ પણ સાચી કંપની જોબ આપતાં પહેલાં ફી માંગતી નથી.
- જલ્દી નિર્ણય લેવાનું કહેવામાં આવે: “આજે જ જોડાવ, ઓફર મર્યાદિત છે” જેવા મેસેજ શંકાસ્પદ છે.
- કંપની માહિતી અઘુુુરી હોય : વેબસાઇટ પર સરનામું, રજિસ્ટ્રેશન નંબર કે કસ્ટમર સપોર્ટ ની માહિતી ન હોય.
- સોશિયલ મીડિયા દ્વારા સીધો સંપર્ક કરે: અજાણ્યા લોકો WhatsApp કે Telegram પર જોબ કે ઇન્વેસ્ટમેન્ટની ઓફર આપે.
- સમીક્ષા અને રેટિંગની ગેરહાજરી: Google પર સર્ચ કરવા છતાં કંપની વિશે કોઈ વિશ્વસનીય માહિતી ન મળે.
ઓનલાઇન Fraud થી બચવાની અસરકારક રીતો
1. કંપની અને પ્લેટફોર્મની ચકાસણી કરો
ઓનલાઇન કામ માટે કોઈ પણ પ્લેટફોર્મ પર રજીસ્ટર કરતા પહેલાં તેની વેબસાઇટ, રજિસ્ટ્રેશન માહિતી, અને ગૂગલ રિવ્યુ ચેક કરો. RBI, SEBI જેવી સરકારી સંસ્થાઓની માન્યતા (licensed/registered) છે કે નહીં તે તપાસો.
2. અંગત માહિતી ન આપો
બેંક એકાઉન્ટ પાસવર્ડ, OTP, આધાર કાર્ડ નંબર, કે ATM PIN ક્યારેય કોઈની સાથે શેર ન કરો, ભલે તે વ્યક્તિ પોતાને બેંક કર્મચારી ગણાવે.
3. ફ્રી કંઈ નથી મળતું – એ લાઇન યાદ રાખો
જો કોઈ નોકરની ઓફર અથના પૈસા કમાવવાની ઓફર વાસ્તવિકતાથી ખૂબ સારી લાગે, તો સમજી લો કે તેમાં કંઈક ખોટું થવાનાં એંઘાણ છે. સાચી કમાણી માટે મહેનત, સમય અને સંયમ જરૂરી હોય છે.
4. અધિકૃત પ્લેટફોર્મ્સનો જ ઉપયોગ કરો
ઓનલાઇન કામ જેવા કે, Freelancing માટે Upwork, Fiverr; Content Writing માટે જાણીતી વેબસાઇટ્સ તથા Investment માટે SEBI-રજિસ્ટર્ડ બ્રોકર્સ જેવા વિશ્વસનીય પ્લેટફોર્મ્સની જ પસંદગી કરો.

5. અગાઉથી પૈસા ક્યારેય ન આપો
રજિસ્ટ્રેશન ફી, ટ્રેનિંગ ફી કે “પ્રોસેસિંગ ફી” ના નામે પૈસા માંગતી કોઈ પણ ઓફરથી દૂર રહેેેેેેવામાં જ ભલાઈ છે.
6. બે-પરિબળ પ્રમાણીકરણ (2FA) નો ઉપયોગ કરો
તમારા બેંક એકાઉન્ટ, ઇમેઇલ અને ટ્રેડિંગ એકાઉન્ટ પર 2FA સેટ કરો જેથી કોઈ પણ અનધિકૃત વ્યક્તિ સરળતાથી પ્રવેશ ન કરી શકે.
7. શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરો
ઇમેઇલ, SMS કે WhatsApp પર આવતી અજાણી લિંક્સ ક્યારેય ખોલશો નહીં. લિંકનું URL ધ્યાનથી તપાસો.
8. સોશિયલ મીડિયા જાહેરાતોથી સાવધ રહો
Facebook અને Instagram પર દેખાતી “ઘરે બેઠાં 50,000 કમાવો” જેવી જાહેરાતોમાં મોટાભાગે fraud હોય છે.
9. પરિવાર અને મિત્રો સાથે ચર્ચા કરો
કોઈ પણ મોટું રોકાણ કરતાં પહેલાં પરિવારના સભ્યો કે નાણાકીય સલાહકાર સાથે ચર્ચા કરો.
10. ફરિયાદ નોંધાવવામાં અચકાશો નહીં
જો તમે fraud નો શિકાર બન્યા હો, તો તાત્કાલિક National Cyber Crime Reporting Portal (cybercrime.gov.in) પર ફરિયાદ નોંધાવો અથવા 1930 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો
Fraud નો ભોગ બન્યા પછી શું કરવું?

જો તમારી સાથે ઓનલાઇન fraud થયો હોય, તો ગભરાવાની જરૂર નથી. ૫ણ તેની જગ્યાએ નીચે મુજબનાં પગલાં જરૂર તાત્કાલિક ઘોરણે લો:
- તાત્કાલિક તમારી બેંકને જાણ કરો અને એકાઉન્ટ/કાર્ડ બ્લોક કરાવો.
- cybercrime.gov.in પર ઓનલાઇન ફરિયાદ નોંધાવો.
- 1930 સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર કોલ કરો.
- તમામ સ્ક્રીનશોટ, ટ્રાન્ઝેક્શન ડિટેલ્સ અને મેસેજ સાચવી રાખો.
- નજીકના પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવો.
સુરક્ષિત રીતે ઓનલાઇન કમાણી કરવાના વિકલ્પો
જો તમે ખરેખર ઓનલાઇન કમાણી કરવા માંગતા હો, તો આ નીચે મુજબનાં વિશ્વસનીય રસ્તાઓ અપનાવો:
- Freelancing – લેખન, ડિઝાઇનિંગ, પ્રોગ્રામિંગ જેવી સ્કિલ્સ દ્વારા
- Blogging અને YouTube – પોતાની જાણકારી શેર કરીને
- Online Tutoring – તમારા વિષયના જ્ઞાનથી વિદ્યાર્થીઓને ભણાવીને
- E-commerce – Amazon, Flipkart જેવા પ્લેટફોર્મ પર પ્રોડક્ટ વેચીને
- Affiliate Marketing – જાણીતી કંપનીઓના પ્રોડક્ટ પ્રમોટ કરીને
આ તમામ રસ્તાઓમાં તાત્કાલિક ઘોરણે નફો નથી મળતો, પરંતુ સમય જતાં સ્થિર અને સુરક્ષિત કમાણી ચોક્કસ મળે છે.
નિષ્કર્ષ
ઓનલાઇન કમાણી એ આજના સમયની જરૂરિયાત અને તક બંને છે, પરંતુ તેની સાથે જોડાયેલા fraud થી સાવચેત રહેવું એટલું જ જરૂરી છે. કોઈ પણ સ્કીમમાં જોડાતાં પહેલાં તે સ્કીમની સંપૂર્ણ માહિતી ચેક કરો, પોતાની અંગત માહિતી સુરક્ષિત રાખો અને “વધુ પડતું સારું લાગતી” યોજનાઓથી દૂર રહો. યાદ રાખો – સાચી કમાણી માટે મહેનત, ધીરજ અને યોગ્ય જ્ઞાન જરૂરી છે, શોર્ટકટ નહીં. સાવચેત રહો, સુરક્ષિત રહો, અને સ્માર્ટ રીતે ઓનલાઇન કમાણી કરો.